રાપર તાલુકામા આજે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ નિકળતા વાગડ વિસ્તારમાં હડકંપ

હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર દેશમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિન પ્રતિદિન પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ દિવસે દિવસે વધી રહયા છે ત્યારે કોરોના વાયરસ ના કેસો મા વાગડ વિસ્તારમાં વધી રહયા છે ગઈ કાલે રાપર મા બે કોરોના પોઝિટિવ કેસ નિકળતા હડકંપ મચી ગયો હતો ત્યારે આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે અત્યાર સુધી વાગડ વિસ્તારમાં કુલ 31  પોઝિટિવ કેસ બહાર આવ્યા છે જેમાં આજે રાપર તાલુકાના ચિત્રોડ ગામે અમૃતલાલ નેમચંદ મહેતા અને રાજેશ અમૃતલાલ મહેતા નો પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો જેમાં અમૃતલાલ મહેતા નું નિધન થયું હતું જેમાં આજે આ સુરત થી આવેલા પરિવાર ના રંજન બેન અમૃતલાલ મહેતા.. હિતેશ અમૃતલાલ મહેતા ચિત્રોડ વારા ના વધુ બે પોઝીટીવ કેસ મળ્યા છે તો રાપર શહેરમાં માલી ચોક વિસ્તારમાં આવેલા કુયલીવાસ મા રહેતા મુંબઈ થી આવેલ પારસ પ્રભુલાલ મોરબીયા નો પોઝિટિવ કેસ બહાર આવ્યો છે તો રાપર તાલુકાના દેશલપર નમસ્તે ગામે દેવજી કરમણ વાવીયા પટેલ અને જગદીશ દેવજી વાવીયા પટેલ પિતા પુત્ર નો એક સાથે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે વાગડ વિસ્તારમાં કોરોના વાયરસ ના સંક્રમણ ધરાવતા મુંબઈ અને સુરત અમદાવાદ રાજકોટ થી આવતા લોકો સામે કડક પગલાં લેવા માટે તંત્ર એ કામગીરી કરવી જોઈએ આજે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ડો. પૌલ.. રામજી પરમાર.. પ્રકાશ ચૌહાણ.. વેણુ બેન વડવાઈ.. ખુશ્બુ બેન પલાસ.. દિનેશ મકવાણા પોલીસ ઈન્સ્પેક્ટર આર એમ વસાવા પીએસઆઇ એચ એમ પટેલ સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ એ આજુબાજુ ના ધરો ને કવોરન્ટાઇન કરવામાં આવશે તેમજ આજુબાજુના લોકો ને હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે અને તેઓને તમામ ચીજવસ્તુઓ વહીવટી તંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે આમ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે