કોરોના પોઝીટીવ ૨ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા, સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની કુરબાનભાઇ સમરુદીનભાઇ સુરાણી અને વઢવાણના વતની મરીયમબેન સમીરભાઇ ત્રીવેદીને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ બંન્ને દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૦ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા