દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ તેમજ મહેલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું
વિશ્વભરમાં ઝડપથી બદલાતા અને બગડતા વાતાવરણને ધ્યાનમાં રાખીને, બિનરાજકિય ધાર્મિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા 1 કરોડ 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે ખેડા જિલ્લાના નડિયાદ તેમજ મહેલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું
દાવતે ઇસ્લામી હિન્દ નામના બિનરાજકિય ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સામાજિક અથવા વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તેવું પહેલીવાર નથી થયું. નોંધનીય છે કે, દાવતે ઈસ્લામી હિન્દ સૂફીઝમ આધારિત ધાર્મિક સંસ્થા છે આ સંસ્થા ધાર્મિક પવૃત્તિ ઉપરાંત સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી કાર્ય કરી રહી છે, જેનો લાભ લાખો લોકો સુધી પહોંચી રહ્યો છે. જેના દ્વારા ૨૦ જુલાઈના રોજ થી શરૂઆત કરાઈ છે આ કાર્યક્રમમાં દેશભરમાં વધુમાં વધુ લોકોને જોડાય તેવું આહ્વાન કરવામાં આવ્યું છે
દાવતે ઇસ્લામી હિન્દ પહેલા પણ સામાજિક જાગરુકતા સાથે સંકળાયેલા ઘણાં મુદ્દાઓ પર કાર્ય કરતી રહી છે. વધુમાં જણાવ્યું કે “તેઓ પૈગમ્બર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) ના માર્ગ ઉપર ચાલે છે ને માનવતા અને ભલાઈના કાર્યો કરી રહી છે. સંસ્થા તેવા દરેક સારા કામ કરશે જેમાં માનવતા અને સમાજની ભલાઈ હોય. “
મકસુદ કારીગર, ખેડા-કઠલાલ