માધાપર ચોકડી નજીકથી તમંચા સાથે બે પકડાયા

માધાપર ચોકડી નજીક જીઆઇડીસીમાંથી બે શખ્સોને રૂા.૫ હજારની કિંમતના તમંચા સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા ચોટીલા તાલુકાના ધાધલપુરના કાઠી શખ્સને અગાઉ મારામારી થઇ હોવાથી પોતાના સ્વબચાવ માટે તમંચો સાથે રાખતો હોવાની કબુલાત આપી છે. ધાધલપુરના અજય વલકુ બોરીચા અને સિંધવાઇનગરમાં રહેતા મિલન મુકેશ નળીયાપરા નામના શખ્સો માધાપર ચોકડી પાસે તબેલામાંથી રૂા.૫ હજારની કિંમતના તમંચા સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વી.કે.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ બીપીનભાઇ ગઢવી અને સંતોષભાઇ મોરી સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા અજય કાઠી અગાઉ મારામારી અને દારૂના ગુના પકડાયો હતો. તેને અદાવત ચાલતી હોવાથી પોતાની સાથે તમંચો રાખ્યાની કબુલાત આપી છે.