સુરેન્દ્રનગર ખાતે એસ.એસ.વ્હાઈટ કંપની તરફથી કોરોના દર્દીઓ માટેઆઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
કોરોના વાયરસની મહામારીના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કોવિડ – ૧૯ ના દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતેથી રાજકોટ અથવા અમદાવાદ કોવિડ હોસ્પિટલ ખાતે રિફર કરી શકાય તે માટે એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ – સુરેન્દ્રનગરને નિઃશુલ્ક આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.આ એમ્બ્યુલેન્સમાં વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિજન સકષન મશીન અને ઈન્ફ્યુજન પંપ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સને આવનાર ત્રણ મહિના અથવા જ્યાં સુધી કોરોનાની મહામારી ચાલુ રહે ત્યાં સુધી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલના કામ માટે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના હસ્તક આપવામાં આપવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સમાં કોરોનાના મધ્યમ વર્ગના દર્દીઓને નિઃશુલ્ક અમદાવાદ કે રાજકોટ લઈ જવામાં આવશે.આ તકે વિપીનભાઇ ટોળીયા, જગદીશભાઈ ત્રિવેદી અને કિશોરસિંહ ઝાલા તથા એસ.એસ. વ્હાઈટના અધિકારીશ્રી અહેમદ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા