પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગઢડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૧૧૧૯૦૦૦૪૨૦૦૧૬૬/ ૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી), ૮૧,મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અજયસિંહ જામભા રાણા ઉ.વ.:-૨૯ ધંધો-ડ્રાઇવીંગ રહેવાસી-હાલ-મહાદેવનગર ટોયોટો શો રૂમની પાછળ, પ્લોટનં-૬૩ ભાવનગર મુળગામ-બોડકી તા.ગઢડા જી.બોટાદ વાળાને આખલોલ જકાતનાકા, ભાવનગર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા વિગેરે જોડાયા હતા.
એજાદ સેખ રીપોર્ટર