કઠલાલમાં વધુ ૧ અને ભાનેરમાં ૧ એમ પંથકમાં ૨ કોરોના કેસ આવતા વિસ્તાર સેનેટાઈઝ કરવામાં આવ્યો

કઠલાલ પંથક માં કોરોના કેસ નો પગપેસારો વધી રહ્યો છે થોડાં દિવસ પહેલા પાંચ કેસ આવ્યા હતા ત્યારે બાદ અન્ય બે કેસ આવ્યા હતા ત્યારે  હવે કઠલાલ શહેર માં સંતરામ સોસાયટી માં ઉ.વ.૨૮  ના એક યુવક ને કોરોના પોઝીટીવ આવ્યો સાથે સાથે પંથક ના ગ્રામ્ય વિસ્તરો માં પણ કોરોના કેસ આવવા માંડ્યા છે જેમાં કઠલાલ માં સંતરામ સોસાયટી માં  એક અને ભાનેર ગામ માં અઝાદપોળ વિસ્તાર એક યુવક ઉ.વ.૩૨ ને કોરોના પોઝીટીવ આવતા કઠલાલ શહેર અને ગ્રામ્ય મળી આજ રોજ કુલ બે  કેસ પોઝીટીવ આવ્યા જેને પગલે હેલ્થ વિભાગ ના સૌરભ શાહ અને ટિમ દ્વારા સમગ્ર વિસ્તાર નો સર્વે કરાયો અને નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેટાઈઝ કરાયો અને વિસ્તાર ને કન્ટેઈનમેન્ટ કરવાની કામગીરી અને બન્ને વ્યક્તિ ઓ ને કોવિડ સેન્ટર માં મોકલવાની કામગીરી હાથ ધરાઈ

મકસુદ કારીગર , ખેડા -કઠલાલ