કોરોનાને લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ મોકૂફ રાખવાનો ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ કારણે આ બેઠકો ખાલી પડી હતી. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે.   આ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

1. મોરબી 2. કરજણ (વડોદરા )3. કપરાડા (વલસાડ)

4. લિમડી (સુરેન્દ્રનગર) 5. ગઢડા (બોટાદ) 6. ડાંગ7. ધારી (અમરેલી) 8. અબડાસા (કચ્છ)