અબડાસા તાલુકાના જખૌ ગામે રોજ રાત્રે લાઈટ ચાલી જવાથી ગ્રામજનોને હાલાકી
અબડાસા તાલુકાના જખૌ ગામે છેલ્લા એક બે મહિના થી લાઇટની મુશ્કેલીનું સામનો જખૌ ગ્રામજનોને કરવો પડે છે. લાઈટ રીપેરીંગ માટે નલિયા પી જી વી સી એલ ખાતે જાગૃત નાગરિક દ્વારા જો ફોન પર વાત કરવામાં આવે છે તો તેઓ ત્યાંથી ગેર જવાબદારી ભર્યો જવાબ આપે છે. અબડાસા તાલુકાના ખાતે હાલે પેટા ચુંટણી નો માહોલ છે, તે વચ્ચે જો સરકાર શ્રી ના અધિકારી દ્વારા જ ગેર જવાબદારી ભર્યા જવાબો આપવામાં આવશે તો જનતાનું સરકાર પાસેથી વિશ્વાસ છીનવાઈ જશે. જેથી આપ સાહેબ શ્રીને નમ્ર અપીલ અને અરજ છે કે અમારો ગામ જખૌ જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આવતો હોવાથી, સરકારશ્રી નું 24 કલાક લાઈટ આપવાનુ હોય છે, પરંતુ અહી તો છેલ્લાં એક બે માસ થી રોજ રાત્રે લાઈટ ચાલી જાય છે, તેથી તત્કાલિન ધોરણે નિરાકરણ કરવા તેમજ બેદરકારી બદલ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.