જખૌમાં વીજ તાર સાથે અથડાતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ
અબડાસા તાલુકાનાં જખૌમાં વિજશોથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજયું હતું. જેના પરિણામે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે આ બનાવની જાણ વનવિભાગને તથા વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અનુસાર નલિયા વનવિભાગના આર એફ ઑ રતનજી સોઢાએ જાણ કરી હતી કે, જખૌ ગામની મુખ્ય બજાર માં સાંજે પીજીવીસીએલની લાઇનમાં મોરને વીજ કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું હતું. ગામના જાગૃત લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વનવિભાગના ગાર્ડ તેમજ ચોકીદાર સહિતના કર્મચારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. આ એક આકસ્મિક ઘટના હતી. મોરના મૃતદેહને દફનાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થઈ રહ્યા છે. દેશના અન્ય કોઈ વિસ્તારમાં આવી રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત હતો તે લોકની પ્રતિક્રિયાઓ ગંભીર હોય છે, પરંતુ કચ્છમાં બનતી મોરના મોતની ઘટનાઓ સામાન્ય ગણીને કાઢી નાખવા આવે છે તેથી ભવિષ્યમાં મોરની સંખ્યા નહીવંત બની જાય તો નવાઈ નહીં. મોરને બચાવા માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ પણ જીવદયા પ્રેમીઓમાં ઉઠી રહી છે.