બાબરાનાં કરીયાણા ગામે જુગારધામ પર ક્રાઇમ બ્રાંચ ત્રાટકી : 8 ખેલી પકડાયા
બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા પાંચાભાઈ કરશનભાઈ વાટડીયાએ પોતાના રહેણાંક મકાનમાં પોતાના આર્થિક ફાયદા માટે થઈ બહાર ગામથીમાણસો બોલાવી પૈસાની હાર જીતનો તીનપતીનો જુગાર રમાડતા હોવાની બાતમી અમરેલી એલ.સી.બી.ને મળતા દરોડો પાડી રોકડ રકમ રૂા. 1,23,620, મોબાઈલ ફોન નંગ-8 કિંમત રૂા. 31 હજાર તથા સ્કોર્પીયો કાર કિંમત રૂા. 2,50,000 મળી કુલ રૂા. 4,04,620ના મુદામાલ સાથે આરોપી પાંચાભાઈ વાટડીયા, રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ અરજણભાઈ બારડ રહે. ભૂરખીયા સહિત 8 ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રહેતા મુનાભાઈ ભનુભાઈ ડાભી સહિત 3 ઈસમો હેમાળ ગામે જનતા પ્લોટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય, નાગેશ્રી પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા. 10,250ની મતા સાથે ત્રણેય ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.