વિસાવદરના લીલીયા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રૂા.1.89 લાખના ઘરણાની તસ્કરી
વિસાવદરના લીલીયા ગામે ફીન દહાડે રહેણાંક મકાનમાં કબાટનું તાળું ખોલી સોનાના 7 તોલાના દાગીનાની ચોરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબબ વિસાવદરથી 26 કી.મી. દૂર લીલીયા ગામે રહેતા ધુસાભાઈ ભીખાભાઈ મુંગરા (ઉ.વ.52) ગઈકાલે સવારે પરિવારવાડીએ અને બહાર ગયેલ બાદમાં કોઈ જાણભેદુએ સવારે 7.30 થી સાંજના સાત દરમ્યાન રહેણાંક મકાનના રૂમમાં રાખેલ કબાટની તીજોરી કોઈ પણ રીતે ખોલી તીજોરીમાં રાખેલ સોનાનો હાથમાં પહેરવાનો પોંચો, ગળામાં પહેરવાનો ચેઈન મળી કુલ રૂા.1,89,000ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ વિસાવદર પોલીસમાં નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર એન.આર.પટેલે તપાસ હાથ ધરી છે. ડોગ સ્કવોડ એફએલએલની મદદે આવી હોવાનું પોલીસે જણાવાયું છે.