કન્ટેનર માંથી ઓટો પાર્ટસના પાર્સલો વચ્ચે થી વિદેશી દારૂ ઝડપાયો

જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તો નાબૂદ કરવાના હેતુસર તેમજ દારૂબંધી ની કડક અમલવારી સારુ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ નાઓએ જિલ્લા પોલીસ વડા શ્રી નાઓને ખાસ સુચના કરેલ તે અન્વયે જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી. અસારી સાહેબ શ્રી ના એક્સન પ્લાન બનાવી વ્યૂહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસર કારક વાહન ચેકીંગ કરી સુચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી ડી. એન. પટેલ સાહેબ શ્રી,પો. સ. ઈ. શ્રી બી.એચ. ઝાલા સાહેબ શ્રી,પો.સ.ઈ. શ્રી કે. કે. જાડેજા અને એલ.સી.બી ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના ફળરૂપે પો.કો. ઘનશ્યામસિંહ રાઠોડ અને પો.કો પ્રદિપસિંહ રાઠોડ નાંઓને મળેલ સંયુક્ત બાતમી ના આધારે ધોળકા ટાઉન કલિકુંડ સર્કલ થી પુલેન સર્કલ વચ્ચે રાજધાની સોસાયટી સામે રોડ ઉપર વોચ ગોઠવી કન્ટેઈનર નંબર RJ 14 GK 7994 મા ઓટો પાર્ટ્સના કંતાનના કોથળા ના પાર્સલો ની વચ્ચે ના ભાગ માં વિવિધ માર્ક ની ૭૫૦ મી.લી. ની  દારૂ ની બોટલો નંગ-૧૭૬૪ (પેટી નંગ-૧૪૭) કિંમત રૂપિયા ૭,૯૩,૨૦૦/- ની વિપુલ દારૂ ના જથ્થા ની હેરફેરી  કરતા ચાલક સહિત બે ઈસમો ને જડપી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન,વાહન તથા ઓટો પાર્ટ મળી કુલ રૂ. ૪૮,૬૭,૧૯૩.૭૨ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ ગુનેગારો:-

૧) લિયાકત અતરુ  ખાન (મુસ્લિમ) ઉં.વ.૨૮ રહે. ગોતોલી ગામ તા. તિજારા જિ. અલવર (રાજસ્થાન)

૨) મુંફેદ હકમદીન ખાન (મુસ્લિમ) રહે. મિલકપુરતુર્ક તા. તિજારા જિ. અલવર (રાજસ્થાન) આ કામગરીમાં એલ.સી.બી પો. ઇન્સ. શ્રી ડી.એન. પટેલ સાહેબ, એ.એસ.આઈ. ભરતસિંહ ચૌહાણ, હે.કો. દીલીપસિંહ પરમાર, પો.કો ઘનશ્યામસિંહ રાઠોડ, પ્રદિપસિંહ રાઠોડ, વિપુલ ભાઈ પટેલ, અજય ભાઈ બોરિયા અને યુવરાસિંહ ડાભી વગેરે હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર