સુરત શહેર પુણા પોલીસ સ્ટેશનનો ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી લેતી બોરતળાવ પોલીસ
મ્હે. આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં, ચોરી,લુટ, ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, જયપાલસિંહ રાઠોડ સા. અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના *પો.ઇન્સ શ્રી કે.એમ.રાવલ સા. તથા પો.સ્ટાફના માણસો હેડ કોન્સ હીરેનભાઇ સોલકી, બી.સી.ગઢવી, સી.આર.ગોહીલ, ડી.કે.ચૌહાણ તથા પો.કોન્સ ધર્મદીપસિંહ જાડેજા, હીરેનભાઇ મહેતા, કુલદીપસિંહ કનકસિંહ, અતુલભાઇ કનુભાઇ, કરણસિંહ માલુભાએ રીતેના કલાક ૦૦/૦૦ વાગ્યાથી ખાનગી વાહનોમા કોવીડ-૧૯ સંદર્ભે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે બાતમી મળેલ કે સુરત શહેર પુણા પો.સ્ટે.ના ઇ.ગુજકોપ ફ.ગુ.ર.નં :- ૦૮૪૫/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૧, ૧૧૪ ના કામનો આરોપી રવીભાઇ જંયતીભાઇ રાઠોડ પકડવાનો બાકી જે બોરતળાવ મફતનગર ખોડીયાર ચોક પાસે મળી આવતા પંચો રુબરુ મજકુરનુ નામ-સરનામુ પુછતા પોતે પોતાનુ નામ રવીભાઇ ઉર્ફે તેજા જંયતીભાઇ રાઠોડ ઉ.વ.૨૧ રહે.બોરતળાવ મફતનગર ખોડીયાર ચોક ભાવનગરવાળો હોવાનુ જણાવે છે તેમજ મજકુરની પુછપરછ દરમ્યાન મજકુરે આરોપીએ ૮૫૦ સાડીઓ જેની કિ.રુ ૨,૬૩,૦૦૦/- ની ચોરી કોહીનુર માર્કેટ સુરત શહેર ખાતેથી કર્યાની કબુલાત આપેલ અને હાલ વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ને કારણે નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ સાવચેતીના કારણોસર પહેલા કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવવો જરુરી હોય જેથી મજકુર ઇસમને અટક કરેલ નથી પોલીસ જાપ્તામાં લીધેલ છે. મજકૂર આરોપીને સી.આર.પી.સી. કલમ- ૪૧ (૧) આઇ- મુજબ નજર કેદ રાખેલ છે.અને સુરત શહેર પુણા પો.સ્ટે. માં જાણ કરવામાં આવેલ છે
એજાદ સેખ રીપોર્ટર