ભાવનગર અમદાવાદ હાઇવે ધરતી હોટલ સામેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ જડપાયો રૂ.૬,૨૫,૦૦૦/–નો મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

        ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ.સીટી/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે કે આઇસર નંબર GJ-૧૨-AY-3676 નો કેબીન  ઉપરના ભાગે કાચ ઉપર માનવ રોડલાઇન્સ લખેલ છે. અને તેના ડ્રાયવર તથા કલીનર બંન્ને જણા તે આઇસરમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવી ભાવનગર તરફ આવે છે. જે હકિકત આઘારે વોચમા રહી ઉપરોકત બાતમી વાળુ આઇસર મળી આવતા જેમા (૧) ડ્રાઇવર રાસીદભાઇ ઉર્ફે રાણા દાઉદભાઇ સોરઠીયા/સીપાઇ ઉવ-૨૨ રહે. ભાદ્રોળ જાપા મુનીવર સોસાયટી હારૂનભાઇની દુકાન વાળો ખાચો મહુવા જી.ભાવનગર (ર) કલીનર આરીફભાઇ ઉર્ફે બાપુ ઉસ્માનભાઇ વાઘેલા/સીપાઇ ઉવ-૨૩ રહે. જુના એસ.ટી વર્કશોપ રેલ્વે સ્ટેશન પાસે રૂપારેલના કારખાના પાસે મહુવા જી.ભાવનગરમળી આવતા તપાસ દરમ્યા સદરહુ આઇસર GJ-૧૨-AY-3676 માનવ રોડલાઇન્સ ટ્રકમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ નાની મોટી બોટલો નંગ-૧૭૪ તથા બિયર ટીન નંગ-૧૪૦ મળી કુલ કિ.રૂ.૧,૧૯,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કુલ કિ.રૂ.૫૫૦૦/-તથા આઇસર ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૨૫,૦૦૦/-નો મુદામાલ સાથે મળી આવતા મજકુરના વિરૂધ્ધ્માં વેળાવદર(ભાલ) પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.   આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા  સ્ટાફના હેડકોન્સ. જયરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા રાજપાલસિંહ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા સાગરભાઇ જોગદિયા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠ્લભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહીલ તથા સંજયભાઇ ચુડાસમા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

          એજાદ સેખ રીપોર્ટર