ગાંધીધામમાં પ્રેમીએ માતા પુત્રીને છરીના ઘા મારી કર્યેા હત્યાનો પ્રયાસ


સગીર વયની દિકરીના લગ્ન હમણા નહીં દિકરાના લગ્ન પછી કહેવાયા બાદ પ્રેમાંધ યુવાને ગત રાત્રે ગાંધીધામના જુના પોલીસ સ્ટેશન રોડ પર વોકિગંમાં નિકળેલા માતા અને પુત્રીને છરી હત્પલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યેા હોવાની ઘટના બની છે.પોતાના પતિથી ૧૦ વર્ષથી અલગ રહેતા અને નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતા સગીરાની માતાએ એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, વરસામેડી ખાતે રહેતા કલ્પેશ ચૌહાણ સાથે તેમની સગીર વયની પુત્રી છેલ્લા પાંચ મહિનાથી સંપર્કમાં હતો અને અવાર નવાર ફોન ઉપર તેમજ ઘરે આવીને પણ સંપર્ક કરતો હતો. કલ્પેશે તેમની પુત્રી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકતાં તેમણે કલ્પેશને પુત્રી નાની ઉંમરની છે અને મારા દિકરના લગ્ન કર્યા બાદ જ તેના લગ્ન કરાશે તેમ કહી સંપર્ક ન રાખવા જણાવ્યું હતું, ત્યારબાદ છેલ્લા ૧૫ દિવસથી તેમની પુત્રીએ કલ્પેશ સાથે સંપર્ક ન રાખતાં આ વાતથી ધુંધવાયો હતો.ગત રાત્રે તેઓ અને તેમની પુત્રી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વોકિગંમાં નિકળ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા કલ્પેશે તેમની પુત્રીના પેટમાં છરી હત્પલાવી દીધી હતી, તેને બચાવવા તેઓ ગયા તો કલ્પેશે તેમના પેટમાં પણ છરી ભોંકી દીધી હતી. ઇજાગ્રસ્ત માતા પુત્રીને પ્રથમ રામબાગ હોસ્પિટલ ખસેડા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ રીફર કરાયા છે યાં માતાની હાલત સુધારા પર હોતાં તેમણે કલ્પેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પરંતુ તેમની સગીર વયની પુત્રીની હાલત હજી ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે