ભુજ શહેરની જથ્થાબંધ માર્કેટમાંથી અખાધ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ, ભુજ અને પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ગેરકાયદેસર ચાલતી પ્રવૃતીઓને ડામવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ભુજના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,
પેટ્રોલીંગમાં દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ભુજની જથ્થાબંધ માર્કટમાં દુકાન નં.ર, મોમાય ટ્રેડર્સ નામની દુકાનમાં અખાધ્ય ગોળનો જથ્થો રાખી વેંચાણ કરે છે. જે મળેલ હકીકત આધારે વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી પંચો તથા એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી સદરહુ દુકાનમાં ઝડતી તપાસ કરતા દુકાન કબ્જેદાર દિનેશભાઇ ગંગદાસભાઇ ચૌધરી,
ઉ.વ.ર૮, રહે.માધાપર, નવાવાસ, તા.ભુજ મુળ રહે.લોદ્રા, તા.સાંતલપુર, જિ.પાટણ વાળો હાજર મળી આવેલ તેમજ સદરહુ દુકાનમાંથી! તેમજ ગોડાઉનમાંથી અખાધ્ય ગોળનો કુલ ૧૩૯૯૦ કિ.ગ્રા. કિ.રૂ.૪,૧૯,૭૦૦/- નો જથ્થો મળી આવેલ. જે અંગે ભુજ શહેર ” બી ” ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે. ટગા ગામે થયેલ ખુનના આરોપીઓને રાઉન્ડઅપ કરતી પુર્વ-કચ્છ પોલીસ મે.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે શ્રી. પરીક્ષીતા રાઠોડ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી, પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ સુચના આપેલ કે આડેસર પો.સ્ટે પાર્ટ-એ- ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૫ર૦૦૬૦૧/ર૦ર૦ઈ.પી.કો.કલમ.૩૦ર,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫. મુજબનો ગુનો ગઈ તારીખ- ૨૩/૦૭/૨૦ના ક.૧૩/૩૦ વાગ્યે જાહેર થયેલ અને આ ખુનનો બનાવ ટગા તા- રાપર ગામે બનેલ હોઈ અને રબારી સમાજ તેમજ મુસ્લીમ સમાજ વચ્ચે ઝઘડૉ થયેલ હોય અને આ બનાવ બાબતે વધારે કોઇ પરિસ્થતિ ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડવા સુચના આપેલ જે અનુસંધાને શ્રી કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા શ્રી વી.આર પટેલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓને પકડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ આડેસર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવામા આવેલ અને આ ગુનાના આરોપીઓ પૈકી નીચે જણાવેલ નામ સરનામા વાળા આરોપીઓને રાઉન્ડઅપ કરવામા આવેલ છે અને તેઓના કોવીડ-૧૯ ના રિપોર્ટ કરવા તજવીજ ચાલુમા છે
રાઉન્ડઅપ કરેલ આરોપીના નામ સરનામા :-
(૧) હાજીભાઇ ફકીરમામદ હીંગોરજા
(૨) તારમામદ ઇસ્માઇલ હીંગોરજા
(૩) અબ્બાસ મામદ હીંગોરજા
(8૪) હાસમ સલેમાન હીંગોરજા
(પ) શેરમામદ અલી હીંગોરજા
(૬) વલીમામદ ભુરાભાઇ હીંગોરજા
(૭) રજબા કાસમ હીંગોરજા રહે તમામ ટગા તા-રાપર
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એસ.રાણા એલ.સી.બી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ ટીમ તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.પી.જાડેજા તથા આડેસર પોલીસ સ્ટેશન ટીમ નાઓએ આ કામગીરી કરેલ હતી