અમદાવાદ: રૂ.૧૨,૦૬,૦૦૦/- ની કિંમત નો વિદેશી દારૂ જડપયો
અમદાવાદ: L.C.B અમદાવાદ ગ્રામ્ય ની વધુ એક સફળતા એલ.સી.બી ના પો. કો. પ્રદીપસિંહ રાઠોડ અને ઘનશ્યામસિંહ રાઠોડ ને મળેલ બાતમીના આધારે એસ.પી રિંગ રોડ, બાકરોલ-સનાથલ સર્કલ વચ્ચે કપચી મિક્ષિગ પ્લાંટ નજીક વોચ ગોઠવી HR-56 B-0583 મા કેટલ ફિડની બેગો ની વચ્ચે ના ભાગમાં સંતાડી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા કુલ રૂ. ૧૨,૦૬,૦૦૦/- ની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થા સાથે એક ની ધરપકડ કરી હતી.
પકડાયેલ કુલ મુદ્દામાલ નીચે મુજબ છે:- મેકડોવેલ્સ નંબર-૧, રિઝર્વ વિસ્કી માર્કની ૭૫૦ મી.લી. ની દારૂની બોટલો નંગ-૨૪૧૨ કિંમત રૂ.૧૨,૦૬,૦૦૦/-
કેટલ ફીડ ની બેગો નંગ-૨૫૦ કિ. રૂ ૨,૦૦,૦૦૦/-
અંગ જડતી ના નાણાં અને મોબાઈલ ફોન-૧ અને ટ્રક કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૨૪,૧૧,૮૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
આરોપીનું નામ:- (૧) અનીશ કુમાર રણજીત શર્મા (પંડિત) ઉં.વ. ૩૨ રહે. બેનલા બ્રાહ્મણા ,પો.સ્ટ -ચાંદપુર તા. બેનલા જી. વિલાસપુર (હિમાચલ પ્રદેશ)
આ કામગીરી કરવામાં એલ.સી.બી પો.ઈ શ્રી ડી.એન.પટેલ સાહેબ, પો.સ.ઇ બી.એચ. ઝાલા સાહેબ, એ.એસ.આઇ ભરત સિંહ ચૌહાણ,પો.કો. પ્રદીપ સિંહ રાઠોડ, ઘનશ્યામ સિંહ રાઠોડ, જયદીપ સિંહ ચાવડા, મહાવીરસિંહ પઢેરીયા અને શક્તિસિંહ વનાર વિગેરે જોડાયેલા હતા.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર