સ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ મફતનગરમા મોહીત પ્રોવિઝન સ્ટોરની સામેના ખાંચામા જાહેર જગ્યામાં રોડની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શકુનીઓ ને રોકડ રૂ. ૨૧,૦૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમીરાહે હકિકત મળેલ કે સ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ મફતનગરમા મોહીત પ્રોવિઝન સ્ટોરની સામેના ખાંચામા જાહેર જગ્યામાં રોડની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૩ ઇસમો   જાહેરમાં પૈસા-પાના વતીતીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા (૧) રવિભાઇ ઉર્ફે ડોઠો હિંમતભાઇ મકવાણા/કોળી ઉવ.૨૮ રહે.કરચલીપયા પરા સાંઇઠ ફળી રામદેવપિરના મંદીર સામે ભાવનગર (૨) વિશાલભાઇ રમેશભાઇ ચુડાસમા/કોળી ઉવ.૨૨ રહે.કરચલીયા પરા સ્ટીલ કાસ્ટ સામે મફતનગર ભાવનગર (૩) સાગરભાઇ ઉર્ફે બીડી કીશોરભાઇ રાઠોડ/ કોળી ઉવ.૨૪ રહે.કરચલીયા પરા ટેકરી ચોક ભારત રોલીંગ મીલ સામે ભાવનગર વાળાઓને *ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૨૧,૦૩૦/- મળી કુલ કિ.રૂ. ૨૧,૦૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં તથા હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ધનશ્યામભાઇ ગોહીલ તથા સાગરભાઇ જોગદિયા તથા જયરાજસિંહ જાડેજા તથા મહેન્દ્રભાઇ ચૌહાણ પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હત.

એજાદ સેખ રીપોર્ટ