વડીયાના બાંટવા દેવળી ગામમાં કાર હડફેટે લેતા બાળકીનું મોત નીપજયું

વડિયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતા નીલેશભાઇ બાબુભાઇ મોવલીયાનાં નાનાભાઇ રીપનભાઇ બાબુભાઇ મોવલીયા ગઇકાલે પોતાના હવાલાવાળી કાર જી.જે. પ સી.એન. 3373ને ઘરનાં દરવાજેથી અંદર લેતા હતા ત્યારે નીલેશભાઇની દિકરી જીનલ વચ્ચમાં આડી આવી જતા ફોરવ્હીલની ઠોકર લાગી જતા ગંભીર ઇજાઓ થતા તેણીને પ્રમથ જેતપુર અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા તેણીનું મોત નિપજયું હતું.