ઈડર પોલીસે બાતમીના આધારે ૯૬.૨૪૦નો ભારતીય બનાવટી અગ્રેજી શરાબ પકડી પાડ્યો
પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠોડ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ. તેમજ હેડ કોન્સ્ટેબલ મેહુલ કુમારને બાતમી મળતા રાજસ્થાન બોર્ડરથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા બાજુ ભારતીય બનાવતી અંગ્રેજી દારૂ ૮ પેટી કુલ બોટલ નગ.૯૬ આશરે ફૂલ કિંમત રૂપિયા ૯૬.૨૪૦ ગાડી નબર જી.જે.૧૮.૮૧૮૬ આશરે કિંમત રૂપિયા ૩.૦૦.૦૦૦ તેમજ મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા ૧૦૦૦ મળી કુલ રૂપિયા ૩.૯૭.૨૪૦ ના મુદ્દા માલ સાથે ૩ આરોપી ઓને ઝડપી પાડયા હતા તેમજ એક આરોપી નાસી છૂટ્યો હતો તેની વધુ તપાસ ઇડર પોલીસે હાથ ધરી છે.