જુનાગઢ રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબ પકડાયો
જુનાગઢના ઝાલણસર ગામે ગતરાત્રીના તાલુકા પોલીસે કાંટાળા બાવળની ઝાડીમાં સંતાડેલ 5 પેટી વિદેશી દારુ કીંમત 30,000નો ઝડપી લીધો હતો. અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની તાલુકા પોલીસમાંથી મળતી માહિત અનુસાર તાલુકા પીએસઆઈ કે.જે.પટેલને મળેલી બાતમીના આધારે ગતરાત્રીના સાડા નવના સુમારે જુનાગઢથી 11 કી.મી. દૂર ઝાલણસર ગામની સીમમાં વિદેશી દારુની રેડ કરતાં રવિરાજ ફાર્મની હોકરાની બાજુમાં બાધળની કોટમાં છુપાવેલ 5 બેટી બોટલ નંગ 60 કીંમત રૂા.30000નો કબ્જે કર્યો હતો. આ દારુ કોનો છે? કોણ મુકી ગયું? કયાંથી લવાયો? વિગેરે તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે. હાલ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યાનું જણાવાયું છે. ગઈકાલે જુનાગઢ એ ડીવીઝન હદના ફુલીયા હનુમાન પાસે રહેતા હર્ષદ ઉર્ફે ભોલુ પ્રકાશ ગોગડીયાના રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેડ કરતા 37 નંગ વિદેશી દારુ કીંમત રૂા.13695નો જપ્ત કરી મકાન માલીક હર્ષદ ઉર્ફે ભોલુ પ્રકાશ ગોગડીયાની શોધખોળ આદરી છે.