ભારતની વર્તમાન લોકશાહીને ફક્ત ૪૭ ટકા જેટલા લોકો જ પસંદ કરે છે!

રૃપિયાની કિંમત સતત ઘટી રહી છે. આઝાદી વખતે એક ડોલર જેવડો મોટો રૃપિયો હતો. તેાથી તો તેને પૈડા જેવો રૃપિયો કહેવાતો, આઝાદી પછી દેશમાં લોકશાહી શાસન પસંદ કરાયું. પરંતુ રૃપિયાની જેમ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા લોકની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલમાં તો માત્ર દેશના ૪૭ ટકા લોકો લોકશાહીમાં માને છે. જ્યારે બાકીના લશ્કરી, ધાર્મિક શાસન, નિષ્ણાંત વ્યક્તિઓ કે ધાર્મિક નેતાઓ દ્વારા કરાતું શાસન પસંદ કરે છે.

સેન્ટ્રલ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી દ્વારા હાથ ધરાયેલા બીજા તબક્કાના સર્વેમાં ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઘટી રહ્યો હોવાનું સામે આવ્યું છે. થોડા વર્ષો અગાઉ દેશના પપ ટકા લોકો લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા હતા પરંતુ હવે માત્ર ૪૭ ટકા લોકો લોકશાહીને પસંદ કરે છે. બાકીના લોકો દેશની શાસન વ્યવસૃથામાં ફેરફાર આવે તેવું ઈચ્છુ રહ્યા છે. જો કે લોકો પોતે મુંઝાયેલા છે. લોકશાહી નાથી જોઈતી એટલી ખબર છે પરંતુ તેના બદલે કઈ શાસન પ્રણાલી દેશને વધુ વિકાસ તરફ લઈ જશે અને લોકો સુખ શાંતિાથી રહી શકશે તેની તેમને ખબર નાથી. આઝાદી પછી ઈંગ્લેન્ડના ઢાંચા મુજબ ભારતમાં શરૃ થયેલી લોકશાહીથી શરૃઆતાથી જ તમામ લોકો સંતુષ્ટ ન હતા. હાલે જે રીતે રાજકારણીઓનું સ્તર નીચે ઉતર્યું છે.  ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વાધી છે, મોંઘવારીએ માઝા મુકી છે તે જોઈને લોકો સ્વાભાવિક છે કે, હલાની શાસન પ્રણાલીથી સંતુષ્ટ ન રહે. તેમને બદલાવ જોઈએ છે કદાચ યોગ્ય રીતે ચાલતી લોક શાહી પણ લોકોની અપેક્ષા પુરી કરી શકે. સવાલ છે કે યોગ્ય રીતે આઝાદી એટલે કેવી?

સર્વેમાં આવેલી વિગતો ચોંકાવનારી છે. લોક શાહીમાં માનનારા લોકો માત્ર ૪૭ ટકા છે. જ્યારે અનિર્ણીત દશામાં રહેનારા લોકોની સંખ્યા પણ ઘટી છે. તેઓ ૩૦માંથી રર ટકા થયા છે. પ૪ ટકા લોકોને લોકશાહીનો આૃર્થ જ ખબર નાથી. જ્યારે ૮૬ ટકા લોકો નિષ્ણાંતો, પ્રભાવશાળી નેતાઓ, લશ્કરી શાસન કે ધાર્મિક શાસનને પસંદ કરે છે. ધાર્મિક વડાનું શાસન માગનાર પૈકી ૩૦ ટકા લોકો અભણ છે, ૩૦ ટકા લઘુમતીના છે અને ર૬ ટકા બહુમતીના છે. ર૬ ટકા યુવાનો અને ર૦ ટકા ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો, ૪૩ ટકા અભણ લોકો આવું શાસન માંગે છે. ૩૬ ટકા ભણેલા અને ૩ર ટકા લઘુમતી લોકો લશ્કરી શાસન પસંદ કરે છે.

લોકશાહીથી લોકો કેટલા કંટાળ્યા છે તેનો ચિતાર આ આંકડા પરાથી મળે છે. લોકશાહી શાસન એ એક આદર્શ શાસન વ્યવસૃથા મનાય છે. પરંતુ તેનો ભારતમાં યોગ્ય અમલ નાથી થતો અને તેના કારણે લોકોમાં અસંતોષ વાધે છે. ૩૦૦ વર્ષના બ્રિટીશ શાસનકાળ પછી શહીદો, ક્રાંતિકારીઓના રકતાથી સિંચાઈને ભારતને આઝાદી મળી, બહુભાષી, બહુાધર્મિય અને પચરંગી વસ્તી ધરાવતા દેશના સમાજને વિકસીત કરવાનો હતો. નવા બંધારણ મુજબ લોકોની માનસિકતા ઘડવાની હતી. પરંતુ બંધારણ ઘડાયા પછી આમ જનતાના માનસિક સ્તરમાં જ ફેરફાર લાવવા પ્રયત્ન કરવા જોઈતા હતા તે પુરતા ન થયા અને બંધારણ માટે ભારતની પ્રજા અને રાજકારણીઓ અયોગ્ય ઠર્યા!