વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ
મહે. પોલીસ મહાનીરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સા. બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભ તોલંબીયા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં દારૂ-જુગાર અંગેની પ્રવૃતિની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે શ્રી જે.એન. પંચાલ ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ,ભુજ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદી દુર કરવા માટે સખત કાર્યવાહી કરવા અત્રેના પો.સ્ટે.ના પો.ઈન્સ. શ્રી એસ.બી.વસાવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ. અત્રેના પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો માધાપર ચોકી વિસ્તારમા હતા. તે દરમ્યાન સાથેના પો.હે.કોન્સ. સુરજભાઇ વેગડાનાઓની ની બાતમી આધારે હરીઓમપાર્ક માથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) પુનમબેન વા/ઓ હાર્દીકભાઇ ગોસ્વામી ઉ.વ.ર૧ રહે. હરીઓમપાર્ક માધાપર તા.ભુજ
(ર) ધર્મીષ્ટાબેન વા/ઓ અશોકભાઇ શાહ ઉ.વ.૪૪ રહે.હરીઓમપાર્ક પાણીના ટાંકાની સામે માધાપર તા.ભુજ
પકડવા પર બાકી આરોપીઃ-
(૩) હાર્દીક ઉમેશગર ગોસ્વામી રહે. હરીઓમપાર્ક માધાપર તા.ભુજ
આરોપીના કબજામાંથી મળી આવેલુ મુદ્યમાલઃ-
ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ. કિ.ર.૪૮,૦૦૦/-
મો.સા.નંગ-૨ર જેની કિ.રૂ.૫૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૭,૦૦૦/-
એમ કુલ્લે ર્ર. ૧,૦૫,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ
નોંધઃ- આ કામગીરીમાં ભુજ શહેર બી ડીવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ શ્રી એસ.બી.વસાવા તથા પો.સબ.ઈન્સ શ્રી વી.એચ.ઝાલા તથા પો.હે.કોન્સ. નરેન્દ્રભાઇ આર. ધરડા તેમજ શીવરાજસિંહ પી. રાણા તેમજ સુરજભાઇ પી. વેગડા તેમજ કમલેશભાઇ એન પરમાર, તથા વુમન પો.કોન્સ. ચાંદનીબેન દેવડા નાઓ જોડાયેલ હતા.