અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના 28 પરિવારોની આશરે 310 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે માથાભારે માણસોનો કબજો
બોટાદ જિલ્લાના બરવાળાઅને રાણપુર તાલુકાના અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના 28 પરિવારોની આશરે 310 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે માથાભારે માણસો નો કબજો હોય જેના હિસાબે ઘણા વર્ષોથી જમીન સાથણી માં મળવા છતાં તેમાં તેઓ વાવેતર કરી શકતા નથી માટે નાયબ કલેક્ટરશ્રી મિયાત્રા સાહેબને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા પ્રભારી મનજી ભાઈ સોલંકી ડુંગરભાઇ સોલંકી સવિતાબેન સુમણીયા રતિલાલ ભાઈ ચૌહાણ વિરજીભાઇ ચાવડા નીરુભાઈ સોલંકી માલજીભાઇ સિંગલ અવિનાશ મકવાણા બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરીને તાત્કાલિક પ્રત્યક્ષ કબજો મળે નહિતર આગામી સમયમાં જન આંદોલન કરવામાં આવશે
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા