અબડાસા ના જખૌ ગામે નમક થી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ ગઈ

કરછ જિલ્લા માં અત્યારે વરસાદી માહોલ છે, જેના કારણે ડામર રોડ એકદમ પોચા અને નબળા થઈ ગયા છે. અબડાસા તાલુકાના જખૌ થી જખૌ બંદર પરના રોડ પર નમક થી ભરેલું ટ્રક પલટી ખાઇ ગયો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. રોડ ની આવી દયનીય હાલત જોતા સાફ સ્પષ્ટ થાય છે કે રોડ બનાવવા સમયે તંત્ર દ્વારા કોઈ દેખ રેખ રાખવામાં આવેલ નથી, જેથી હમણાં બનેલો રોડ એકદમ ખતમ થઈ ગયો છે. અત્યારે જખૌ થી મુન્દ્રા પોર્ટ સુધી નમક નું પરિવહન ખૂબ જોર શોર થી ચાલુ છે, રોડ પર ઓવર્લોડ ભરેલી નમક વાળી ટ્રકો પસાર થતા રોડ માં ઊંડા ઊંડા ખાડાઓ પડી ગયા છે. સમગ્ર ગુજરાત માં ઓવર્લોડ નું પરિવહન બંધ છે, તે વચ્ચે જખૌ થી મુન્દ્રા પોર્ટ સુધી ચાલતા ઓવર્લોડ પરિવહન પર અનેક સવાલો ઉભા થાય છે. ઘણા દિવસ થી નમક વાળી ટ્રકોનું ઓવર્લોડ પરિવહન ચાલુ છે પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી. સરકારશ્રી દ્વારા રોડ બનાવવા માટે કરોડો નાણાં નું ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકે ઓવર્લોડ ચાલતા ટ્રકો નું પરિવહન થી રોડ ને ખુબ જ હાની થાય છે. કોઈ પણ તટસ્થ અધિકારી દ્વારા ઓવરલોડ બાબતે યોગ્ય પગલાં કે કાર્યવાહી કરવામાં આવતી નથી….
જખૌ થી મુન્દ્રા પોર્ટ સુધી નમક ભરેલી ટ્રકો જખૌ, નલિયા, કોઠારા, માંડવી, કોડાય ચોકડી અને મુન્દ્રા સુધી પસાર થાય છે, ફક્ત તંત્ર ના અધિકારીઓની નજર માં જ આવતી નથી.
તંત્ર ના અધિકારીઓ તો ફક્ત ગરીબ જનતા પાસેથી માસ્ક નું દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે