પાવરપટ્ટીના સુમરાસર-લોરીયા પંથકમા હવે ટીડના બચ્ચાનુ આક્રમણ થતાં ખેડૂતોમા ચિંતા અને તંત્ર સજાગ

પાવરપટ્ટીના સુમરાસર-લોરિયા પંથકમાં હવે તીડના બચ્ચાંઓનું આક્રમણ ખેડૂતો પરેશાની માં મુકાયા વહીવટી તંત્ર દોડતું થયું સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાંઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી ચાલુ કરી છે દશ બાર દિવસ પહેલા અહીં તીડ ત્રાટકયા હતા અને રાતવાસો કર્યો એ દરમ્યાન એમને ઈંડા મુખ્ય અને હવે ઇંડાઓ માંથી બચ્ચાંઓ બહાર આવવા લાગતા લાખો ની સંખ્યામાં ઝુન્ડના ઝુંડ તીડ થવા લાગ્યા છે ભુજના પાવરપટ્ટીના સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ સહિતના વિસ્તારોમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ પંથકમાં મોટી સંખ્યામાં તીડના બચ્ચાંઓના ઝુંડ જન્મવા લાગ્યા છે. ખેડૂતો દ્વારા તીડના બચ્ચાંઓ ને ને ભગાડવા માટેના વહીવટ તંત્ર ને જાણ કરાઈ છે પાક દુશ્મન તીડના આક્રમણથી ખેડૂતોના ઉભા પાકને નુકશાનીની દહેસત ફેલાઈ છે. તો સીમ વિસ્તરમાં લીલી ઝાડીઓ અને ઘાસચારાનો તીડ સોથ વાળી દેતા પશુપાલકો પણ મુશ્કેલીમાં આવી શકે છે. આ બચ્ચાંઓનો નાશ કરવા તંત્ર દ્વારા યોગ્ય રીતે દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તો આ વિસ્તારના અગ્રણી એ દવા છન્ટકાવ થી ખેડૂતો ને રાહત થઈ છે પણ કુમળા પાક અને ઘાસ ને સારું એવું નુકશાન કર્યું છે હજુ પણ જે ગામોમાં આ તીડ ગયા હતા ત્યાં આગળ વહીવટી તંત્ર એ ધ્યાન આપવા ની માંગ કરી છે વહેલી સવારે દવા છન્ટકાવ ની કામગીરી હાથ ધરાઈ હતી તો વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ને માર્ગદર્શન કર્યું હતું હજુ શરૂઆત નો તબક્કો હોવાથી પરિસ્થિતિ કાબુમાં લઇ લેવા વહીવટી તંત્રએ કમર કસી છે