ગઢડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા દારૂગોળા સાથે એક ઇસમને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ.
શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે બોટાદ પોલીસ અધિક્ષક, શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ જીલ્લામાં ગંભીર પ્રકારનાં ગુન્હાઓ ન બને તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીનાઓએ સ્ટાફને એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા આયોજન કરી જરૂરી સુચના કરેલ જે મુજબ એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ કાળુભાઇ, હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ બનેસિંહ, પો.કોન્સ. ભગીરથભાઈ જોરૂભાઈ, પો.કોન્સ. હિતેષભાઈ તખતસંગભાઈ, ડ્રા. પો.કોન્સ. યુવરાજસિંહ અભેસંગભાઈ પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. મુકેશભાઈ રાજાભાઈ, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ગભરૂભાઈ નાઓ ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ખાખરા ધાર તરીકે ઓળખાતી સીમમાં એક ઈસમ છે જેની પાસે ગેરકાયદેસરની ઉપરથી ભરવાની દેશી જામગરી તથા દારૂગોળો છે અને કોઈ ગુનો કરવાની પેરવીમાં છે. જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાએ જતાં બાતમીમાં વર્ણનવાળો ઈસમ દેશી બનાવટી જામગરી બંદુક બે (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા દારૂગોળા સાથે સદર ઈસમ મળી આવતાં તેને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી
ગોવિંદભાઈ ઉર્ફે મુન્નો લખમણભાઈ તાવિયા, ઉ.વ. 33, રહે. કેરાળા, તા. ગઢડા, જી. બોટાદ.
કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક નંગ-૨, *(અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૬,૦૦૦/- તથા
વિસ્ફોટક દારૂગોળો આશરે ૩૦૦ ગ્રામ કિં. રૂ. ૧૫૦/- મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા
લોખંડના છરા આશરે ૨૫૦ ગ્રામ કિં. રૂ. ૧૦૦/-
વિસ્ફોટક ટીકડીઓ કિં. રૂ. ૦૦/-
મોબાઈલ એમ આઈ કંપનીનો મોબાઈલ કિં. રૂ. ૫૦૦/-
સદર પકડાયેલ ઇસમ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આમ, બોટાદ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ, નાઓની સુચનાં મુજબ શ્રી એચ.આર. ગોસ્વામી, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી.નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક નંગ-૨, (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા વિસ્ફોટક દારૂગોળા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. રિપોર્ટર. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા