Skip to content
શહેરમાં કેફી પીણાની મહેફિલ માણતા પાંચ પરિવહનકારોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે નેશનલ હાઈવે ઉપર’ આવેલા ઓજસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં 14માંથી નીતિન દયારામ ઠકકર, રમેશ નારણભાઈ ભાનુશાલી, દીપક દિનેશભાઈ જોષી, દીપક રાજુભાઈ બાહેરિયા, હિતેષ ભરતભાઈ ભાનુશાલી નશાયુકત હાલતમાં દારૂની મહેફિલ કરતા પકડાયા હતા. કેફી પીણુ આપનારમાં જુનસ નામના આરોપીનું નામ ખુલ્યું હતું. પોલીસે’ આ સ્થળેથી દારૂની ખાલી બોટલ, બાઈટીંગ માટેની સામગ્રી’ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો’ હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.’