સાસુ-સસરાએ પુત્રવધુને માર્યો


Change Cookies Settings

શહેરની ભાગોળે મુન્દ્રા રિલોકેશન સાઇટ પાસે આવેલા ઓધવ પાર્ક 1માં રહેતા સાસુ સસરાએ પુત્રવધુને જુની અદાવતનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. પુત્રવધુને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ઓધવ પાર્ક 1માં રહેતા રીનાબેન હીરેન ઠક્કર (ઉ.વ.36) જે પોતાના ઘરે હતા ત્યારે તેમના સાસુ અને સસરાએ જુની અદાવતનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. પતિ હિરેન દિનેશભાઇ ઠક્કર (રહે. ભુજ)વાળા પોતાની પત્નીને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, સસરા દીનેશભાઈ ઠક્કરે રવીવારે ફરીયાદ નોંધાવી હતી કે, પુત્રવધુ રીના ઠક્કરે છરીથી ધમકી આપી હતી અને સાણસી ફટકારી હતી.