માંડવી બીચ પર આવેલા પર્યટકોના હાથ-પગ ભાંગી નખાયા

માંડવીના કાઠડા પાસે આવેલા સી-બીચ રિસોર્ટમાં આવેલા પ્રવાસીઓને પોતાની કાર રાખવાના મુદ્દે સ્થાનિક કર્મચારીઓ અને કાર માલિકની બોલાચાલી થઇ હતી. બે શખ્સો લાકડાના ધોકાથી હુમલો કરતા અતિથી દેવો ભવના બંને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રવાસીઓને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા.મુળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા અદાણી પોર્ટમાં કામ કરતા ઓમપ્રકાશ હરલાલ સિંહ (ઉ.વ.32) પોતાના સહકર્મચારીઓ સાથે શનિવારના પ્રવાસ કરવા નીકળ્યા હતા. કાઠડા પાસે આવેલા સી. બીચ રિસોર્ટમાં જમવા અને રવિવારનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ યોજીને કાર રિસોર્ટ પાસે પાર્કિંગ કરી હતી. જે મુદ્દે માંડવીના ગેબનશા પીર પાસે રહેતા રજાકમીયા અજીજ સૈયદ (ઉ.વ.53) અને અહેજાજ રજાક સૈયદ (ઉ.વ.23) બંને પ્રવાસીઓ પર ધોકાવારી કરતા પ્રવાસીઓના હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રથમ ભોજન અને બાદમાં રાત્રિ રોકાણ કરવાના પ્લાનિંગના પ્રવાસી અને બીચ રિસોર્ટના કર્મચારીઓ વચ્ચે મોકાણ સર્જાતા માંડવી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહ્યો છે તેવા અવસરે અતિથી દેવો ભવની આગતા સ્વાગતા આવી કરવામાં આવે તો પ્રવાસી પર શહેરની ખરાબ છાપ લઇને જતા પ્રવાસીઓની ઓટ આવશે. આ અંગે તપાસનીસ પીએસઆઇ એમ. કે. ચૌધરી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આરોપીઓ હાથવેંતમાં છે તેમની અટક કરતા પહેલા કોરોના રિપોર્ટ કર્યા બાદ ધરપકડ બતાવવામાં આવશે.