મોંઘી કાર લઇ જતો પિયક્કડ ઝડપાયો

માધાપર પોલીસ ચોકી પાસે ચેકિંગ વેળાએ પાંચ લાખની કાર લઇને જતો પિયક્કડ પોલીસના હાથે ચડયો હતો. ચેકિંગ વેળાએ માધાપર પોલીસ ચોકી પાસેથી પસાર થઇ રહેલી જીજે 12 ડીએમ 5701ને રોકાવી હતી, વાહન ચાલક નીચે ઉતરતા પીધેલો હોવાનું જણાયું હતું. પોલીસે વાહન ચાલક સુરેશ રવજીભાઇ પીંડોરીયા (ઉ.વ. 36, રહે. એમએસવી હાઇસ્કુલ, નવાવાસ, માધાપર)વાળાની પાંચ લાખ રૂપીયાની કાર સાથે અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી બી-ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.