ભગવાન રામ તેમના પણ પૂર્વજ હોવાની વાત સાથે વારાણસીમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા શરૂ કર્યો રામચરિતમાનસનો પાઠ

download-6-1

રામ જન્મભૂમિ પૂજનને લઈને મુસ્લિમ સમુદાયનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે. અયોધ્યા ખાતે ચાલતી પૂજા સાથે વારાણસીમાં પણ મુસ્લિમ મહિલાઓ એકત્ર થઈ અને રામચકિતમાનસનો પાઠ કરી રહી છે. આ પાઠ આવતી કાલ એટલે કે ભૂમિપૂજન સુધી ચાલશે. આ મુસ્લિમ મહિલાઓનું માને છે કે રામ ભગવાન તેમના પણ પૂર્વજ છે.

રામચરિતમાનસનો પાઠ કરતી મહિલાઓ વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના છે. વારાણસીના લમહી ગામમાં કાર્યરત મુસ્લિમ મહિલા ફાઉંડેશનની તરફથી અહીં 3 દિવસથી રામચરિતમાનસનો પાઠ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુસ્લિમ મહિલાઓ સાથે હિંદુ મહિલાઓ પણ જોડાઈ છે.