વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજવામાં આવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે નર્મદા હોલ ગાંધીનગર ખાતે ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ તકે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક સમાજની સાથેસાથે આદિજાતિ સમાજ અને આદિજાતિ વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આદિજાતિ વિકાસના સવોગી ઉત્થાન માટે આ વિકાસ પરિષદની રચના કરવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ વષેથી દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં બનાવવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત આદિજાતિ જિલ્લામાં પણ મેડિકલ કોલેજ તૈયાર થશે જેમાં આદિજાતિના છાત્રો ડોક્ટર બનીને ત્યાં જ સેવાઓ આપશે તેવી વ્યવસ્થા કરાશે. નજીકના સમયમાં વધુ ત્રણ મેડિકલ કોલેજમાં મંજૂર કરવામાં આવશે. નમેદા અને દાહોદ જિલ્લાના વિકાસને વધુમાં વધુ પ્રાધાન્ય અપાશે તેમ પણ મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું.

આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા, આદિજાતિ વિકાસ રાજ્યકક્ષા મંત્રી રમણભાઈ પાટકર આદિજાતિ ધારાસભ્યો, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, આદિજાતિ વિકાસ વિભાગ સહિત સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિચાર-વિમર્શ કરાયો હતો.