શ્રીનગર હાઈવે પરથી મળ્યા વિસ્ફોટકો
જમ્મુ કાશ્મીરના બારામુલા શ્રીનગર હાઈવે પર ફરી એક વખત પુલવામા જેવો આતંકવાદી હુમલો થતા રહી ગયો છે.
બારામૂલા શ્રીનગર હાઈવે પર આતંકવાદીઓએ સેનાના કાફલાને નુકસાન પહોંચાડવા માટે વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા હતા.જોકે સમસયર તેની જાણકારી મળી જતા સુકરક્ષાદળોએ આ વિસ્ફોટકો નષ્ટ કર્યા હતા.આ દરમિયાન હાઈવે પર વાહનોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી.
દરમિયાન સુરક્ષાદળોએ આ વિસ્ફટકો પ્લાન્ટ કરનારા આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.વિસ્ફોટકોને પેટ્રોલ પંપની નજીક જ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.અધિકારીઓનુ માનવુ છે કે,આ હાઈવે પરથી મોટી સંખ્યામાં સૈન્ય કાફલા પસાર થતા હોય છે.જેને નુકસાન પહોંચાડવા માટે વિસ્ફોટકો પ્લાન્ટ કરાયા હતા.જોકે સવારે સેનાની ટીમના પેટ્રોલિંગ દરમિયાન તેની ભાળ મળી હતી.વિસ્ફટકોને નષ્ટ કરવામાં આવ્યા ત્યારે જોરદાર ધડાકો થયો હતો અને આ વિસ્તારમાં દુર દુર સુધી સંભળાયો હતો.
સેના પર 15 ઓગસ્ટ સુધીમાં આતંકીઓ હુમલો કરી શકે તેવી બાતમી તો ગુપ્તચર એજન્સીઓએ આપી જ છે.એ દરમિયાન વિસ્ફોટકો મળતા સુરક્ષા દળો વધારે સર્તક થઈ ગયા છે