કચ્છમાં કોરોનાનું આંતરિક સંક્રમણ વધ્યું, નવા ર૩ કેસ
એક તરફ કોરોનાને મ્હાત આપી દર્દીઓ સાજા થઈ રહ્યા છે. તો બીજીતરફ, કોરોનાના કેસો પણ ઝડપભેર વાધી રહ્યા છે. કચ્છમાં હવે લોકલ સંક્રમણનો પ્રમાણ એકાએક વાધી જવા પામ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી પોઝીટીવ નોંધાવા પામતા દર્દીઓ કોઈ હિસ્ટ્રી હોતી નાથી બલકે લોકલ દર્દીઓના સંક્રમણમાં આવવાથી ચેપ લાગે છે. આજે કચ્છમાં કોરોનાના નવા ૨૩ કેસો નોંધાવા પામ્યા જેમાં પણ મોટાભાગે ચેપગ્રસ્ત વ્યકિતના સંપર્કમાં આવવાથી તેઓ કોરોનાનો ભોગ બન્યા છે.કચ્છમાં કોરોના વાયરસના ૨૩ કેસો નોંધાવા પામ્યા જેમાં, અદાણી લેબ ભુજ ખાતે ૧૮, અમદાવાદ ખાનગી લેબમાં ૨ અને રેપીડ ટેસ્ટ દ્વારા ૩ કેસો નોંધાવા પામ્યા હતા. તેની સાથે કચ્છમાં કુલ પોઝીટીવ કેસોનો આંક ૬૦૬ થયો છે. બીજીતરફ, ૨૨ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં, ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમાંથી ૫, હરિઓમ હોસ્પીટલ આદિપુરમાંથી ૨, એલાયન્સ હોસ્પીટલ મુંદરા ખાતેાથી ૭ તેમજ ઘરે આઈસોલેટ કરેલ ૮ દર્દીઓનો સમાવેશ થાય છે. તો બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા આજે સતાવાર યાદી ૨૩ લોકોની બહાર પાડવામાં આવી હતી. પરંતુ, અબડાસાના પિતા-પુત્ર અને માધાપરમાં પણ એક કેસ નોંધાયા હોવાની ચર્ચા છે. જે અંગે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચુપકિદી સેવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયાથી કચ્છમાં કોરોનાનો ભોગ બનતા દર્દીઓમાં યુવા વયનો પણ સમાવેશ થઈ રહ્યો છે.