હવે ચાંદીના માસ્ક! અમદાવાદથી ભુજ શહેરની બજારો સુધી આવ્યા


અમદાવાદના સોની વેપારીઓ દ્વારા બનાવાતા સોના-ચાંદીના માસ્ક જિલ્લામાથક ભુજની સોની બજારમાં પણ અમુક ધંધાર્થીઓ દ્વારા વેંચાણ કરવામાં આવે છે. જોકે કચ્છની ચાંદીના માસ્ક હોય તો ઘરાકી થાય એવું શહેરીજનો જણાવી રહ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ વૈશ્વિક મહામારીના કારણે માસ્ક પહેરવું આવશ્યક છે. ત્યારે અમદાવાદના સોની વેપારી દ્વારા બનાવાયેલા માસ્ક ધંધાર્થી દ્વારા સેમ્પલ પુરતા વેચાણાર્થે મુકાયા હતા. ચાંદીના બારીક તારાથી ગુંથણકામ કર્યા બાદ તેની પર સિલ્કનું કાપડ ચઢાવ્યું જેાથી પહેરવામાં સોફટ રહે. તો અન્ય ધંધાર્થીના કહેવા પ્રમાણે ૫૦થી ૬૦ ગ્રામના રૃા. ૪ થી ૫ હજાર વચ્ચે વેચાતા આ ચાંદીના માસ્કમાં પતરા ઉપર બે ભાગમાં રીવેટ કામ કરી નકશીકામ, આરી કટીંગના ત્રણાથી ચાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જોકે કચ્છના ગ્રાહકોને કચ્છમાં બનેલા ચાંદીના જ માસ્ક ખરીદવાનો આગ્રહ રખાય છે. આ બાબતે કહેવા પ્રમાણે અન્યાથી ખરીદેલી ચાંદી કાળી પડી જાય છે. જ્યારે કચ્છમાં વેચાતી ચાંદીની માંગ જિલ્લા બહાર પણ વધુ છે. માસ્ક ઉપરાંત સેનિટાઈઝરની ચાંદીની બોટલનું પણ વેચાણ હાલના તબક્કે થઈ રહ્યું છે. આગામી સમયમાં રાજકીય મહાનુભાવો કે સમાજના અગ્રણીઓને સન્માન પત્ર સાથે ભેટ રૃપે ચાંદીના માસક અપાય તો નવાઈ નહિં.