જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોઠ પોલીસ


મહે.આઇ.જી.પી. સા.અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધીક્ષક સા.અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના આપેલ તેમજ મહે.મદદનીસ પો.અધિ.સા.શ્રી સા. ધોળકા વિભાગ, ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ અમો એચ.આર.પટેલ પો.સબ.ઇન્સ. કોઠ નાઓને બાતમી હકીકત મળેલ કે વારણા ગામે લક્ષ્મીપરામાં રહેતા જેરામભાઇ વશરામભાઇ ગોહિલ (કો.પટેલ) નાઓના ઘરની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરવા સારુ સમજ કરતા સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સાત ઇસમો (૧) જેરામભાઇ વશરામભાઇ ગોહિલ (૨) મોબતસંગ નાનુભાઇ ગોહિલ (૩) અનિરૂધ્ધભાઇ રમેશભાઇ ગોહિલ (૪) વિનોદભાઇ ગમાનસંગ ગોહિલ (૫) ભરતભાઇ જેરામભાઇ ગોહિલ (૬) મહેશભાઇ ભુરાભાઇ મકવાણા (૭) રાજુભાઇ રૂપસંગભાઇ ગોહિલ તમામ રહે.વારણા, લક્ષ્મીપરામાં તા.ધોળકા જી.અમદાવાદનાઓ તીનપત્તીનો જુગાર રમતા ઇસમોને પકડી તમામની અંગ ઝડતી તથા દાવ ઉપરના મળી કુલ રૂ.૧૧,૦૫૦/- રોકડા સાથે સાત ઇસમોને પકડી અટક કરી કોઠ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૦૦૨૪૭ જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી :-
૧) એચ.આર.પટેલ પો.સબ.ઇન્સ ૨)એ.એસ.આઇ.રમણભાઇ સુરમાભાઇ
૩) પો.કો. દિનેશભાઇ ધીરુભાઇ ૪) પો.કો. પ્રદિપસિંહ અજીતસિંહ ૫) પો.કો. પ્રવિણભાઇ ખોડાભાઇ ૬) પો.કો.દેવેન્દ્રસિંહ બનેસંગ
૭) પો.કો.જુવાનસિંહ રમેશભાઇ ૮) પો.કો.દશરથભાઇ કાવજીભાઇ
૯) પો.કો.પ્રધ્યુમનસિંહ પ્રવિણસિંહ
૧૦) પો.કો. અરવિંદભાઇ ઇશ્વરભાઇ
૧૧) પો.કો. જયમીનસિંહ પ્રવિણસિંહ
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર