લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

અમરેલીના લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી 27 વર્ષિય યુવકનું મોત નીપજયું હોવાની ખબર મળી છે. જેમાં આ યુવક ઢોર ચરાવવા ઘરેથી નીકળ્યો હતો. નદીમાં પગ લપસી જતા યુવક ડૂબ્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યુ છે..સ્થાનિકો દ્વારા યુવકની લાશને નદીમાંથી બહાર કાઢવામાં આવી.જે બાદ લાઠી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી..ઘટનાની જાણ થતા ટીડીઓ, મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.