તળાજા તાબેના દેવળીયા ગામ ખાતેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૭૭ કિ.રૂ. ૫૩,૧૦૦/- તથા મો.સા.-૧ તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૭૬,૧૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તળાજા પોલીસ

4d5bac87-b006-456d-800a-3798bb86c8ed

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ દેવળીયા ગામમાં અવાવરૂ મકાનમાંથી જુદી જુદી બ્રાંન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૧૭૭ કી.રૂા.૫૩,૧૦૦/- તથા મોટર સાયકલ-૧ તથા મોબાઇલ ફોન નંગ-૨ સહિત કુલ કિ.રૂ.૭૬,૧૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓ (૧) રઘુવીરભાઇ ઉર્ફે રઘુ ગુણવંતરાય જોષી ઉ.વ.૨૭ રહેવાસી-દેવળીયા ગામ, તા.તળાજા જી.ભાવનગર  (૨) સિધ્ધરાજભાઇ દાનુભાઇ મોભ ઉ.વ.૨૧ રહેવાસી-ઠાડચ ગામ, તા.તળાજા જી.ભાવનગર વાળાને પકડી પાડી મજકુર બન્ને ઇસમો તથા સદરહુ વિદેશી દારૂનો જથ્થો આપનાર ઇસમો સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.       

એજાજ શેખ રીપોર્ટર