દયાપર સ્વામિનારાયણ મંદિરમાં સાદગીથી કરાઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

દયાપર સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો જેમાં દયાપર ભાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી, આરતીના મુખ્ય યજમાન કાનજી મનજી સાંખલા પરિવાર રહ્યા હતા. તેમજ આરતીમા માસ્ક પહેરીને સોસીયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી. આરતીના મુખ્ય યજમાન અરુણાબેન પોકાર અને હિરાબેન સાંખલા આરતી ઉતારી હતી .તેમજ હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધનજીભાઈ ઠકરાણી, નાનજીભાઈ પોકાર, મંદિરના પૂજારી રમેશભાઈ સાંખલા તેમજ બહેનોના સ્વામિનારાયણ મંદિરના મહંત શાન્તા ફઈ, માનબાઈ ફઈ, હંસા ફઈ અને કર્મયોગી બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જયાબેન પોકાર, સાવીત્રીબેન પોકાર, બિનલબેન પોકાર, જયાબેન સાંખલા તેમજ કૃષ્ણ ભગવાનને પારણાંમા ઝુલાવતા દયાપર સ્વામિનારાયણ મંદિરના માનબાઈફઈ હાજાર રહ્યા હતા.