હવાલા કૌભાંડમાં પકડાયેલો ચીની નાગરિક જાસૂસી પણ કરતો હતો

હવાલા કૌભાંડમાં ચીની નાગરિક ચાર્લી પેંગની ધરપકડ કરવામાં આવી હતી. જેણે અન્ય ચીની નાગરિકો સાથે મળીને શેલ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલ્યા અને 1000 કરોડ રુપિયાનો હવાલો કર્યો. અત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય ઘણી એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. ત્યારે હવે અન્ય એક મોટો ખુલાસો થયો છે. ચાર્લી પેંગ નામનો આ ચીની નાગરિક એક જાસુસી નેટવર્ક માટે પણ કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
ચીનની સિક્રેટ એજન્સીએ ચાર્લી પેંગ મારફતે દિલ્હીમાં વસતા તિબેટીઓને લાંચ આપવાના પ્રયત્નો પણ કર્યા છે. દિલ્હીમાં મજનૂ કા ટીલા વિસ્તારમાં રહેતા ભિક્ષુઓ ને લામા તેમના નિશના પર હતા. મળતી જાણકારી પ્રમણે દલાઇ લામા અને તેમના સાથો વિશે માહિતિ કઠી કરવા માટે ચાર્લી પેંગે આ લોકોને લાંચ આપી છે. લાંચ આપવા માટે તેણે પોતાની ઓફિસના કર્મચારીઓનો ઉપયોગ કર્યો. આ કર્મચારીઓ મારફતે ચાર્લી પેકેટ મોકલતો હતો, સામાન્ય રીતે આ પેકેટની અંદર બેથી ત્રણ લાખ રુપિયા હોવાનું ચાર્લીએ તપાસ એજન્સીઓને જણાવ્યું છે.
તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ કામ માટે ચાર્લી લોકો સાથે ચાઇનીઝ પ વીચેટના માધ્યમથી સંપર્કમાં હતો. 2014માં ભારત આવેલો ચાર્લી લુઓ સાંગના નામથી પણ ઓળખાય છે. તેણે દિલ્હી ને હિમાચલ પ્રદેશની દલાઇ લામાની ટીમમાં ઘુસવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
દિલ્હીમાં રહેતા તિબેટીઓને લાંચ આપી બેથી ત્રણ લાખની લાંચ આપી ચાર્લી પેંગ દલાઇ લામા અને તેની ટીમની માહિતિ મેળવવાનો પ્રયાસ કરતો હતો ચીની શેલ કંપનીના નામે 40 બેન્ક એકાઉન્ટ ખોલી 1000 કરોડનું મની લોન્ડરીંગ કર્યુગયા અઠવાડિયે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારમાં રેડ પાડવામાં આવી, જેમાં આ વાત સામે આવી કે ચાર્લી પેંગ અને અન્ય ચીની નાગરિકોએ ચીની શેલ કંપનીના નામે 40 બેન્ક એકાઉન્ટ ખોલ્યા હતા, જેના મારફતે 1000 કરોડ કરતા પણ વધારેની મની લોન્ડરિંગ કરી છે. ચાર્લી પેંગને દિલ્હી પોલિસે પહેલી વાર 2018માં પકડ્યો હતો. એક વર્ષ બાદ જમાનત પર તેને છોડવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીથી તેની ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર