દિવાળી 2019, જાણો શું છે દિવાળીનો અર્થ ?
વાળીનો તહેવાર ખુશી અને ઉત્સાહ લાવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો દિવાળીનો અર્થ થાય છે શું ? દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી જોડાઈને બન્યો છે. આ બે શબ્દો છે દીપ એટલે કે દીપક અને આવલી એટલે કે લાઈન અથવા શ્રૃંખલા, જેનો અર્થ થાય છે. દીપકની શ્રૃંખલા.
દીપકને સ્કંદ પુરાણમાં સૂર્યની કિરણોનું પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં દિવાળીને યમ અને નચિકેતાની કથા સાથે પણ જોડવામાં આવે છે. આ ઉપરાંત દિવાળી સાથે કઈ કઈ માન્યતાઓ જોડાયેલી છે ચાલો જાણીએ.
- સાતમી સદીના સંસ્કૃત નાટક નાગનંદમાં રાજા હર્ષએ દિવાળીને દીપપ્રતિપાદુત્સવ કહ્યો છે. જેમાં દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે અને નવ દુલ્હન અને દુલ્હાને ભેટ આપવામાં આવે છે.
- ફારસી યાત્રી અને ઈતિહાસકાર અલ બરુનીએ 11મી સદીના સંસ્મરણમાં દીવાળીને કાર્તિક માસમાં નવા ચંદ્રના દિવસ પર હિંદૂઓ દ્વારા આ તહેવાર મનાવવાની વાત કહી છે.
- જૈન ધર્મના લોકો આ દિવસને મહાવીરના મોક્ષ દિવસ તરીકે ઉજવે છે. સિખ સમુદાયના લોકો બંદી છોડ દિવસ તરીકે તેની ઉજવણી કરે છે.
- કેટલાક લોકો દિવાળીને 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ, માતા સીતા અને તેના ભાઈ લક્ષ્મણ પરત ફર્યા તેના સમ્માન તરીકે પણ જુએ છે.
- દિવાળીને નેપાળમાં પણ મનાવવામાં આવે છે. નેપાળીઓ આ તહેવારને એટલા માટે મનાવે છે કે આ દિવસે નેપાળ સંવતમાં નવા વર્ષની શરૂઆત થાય છે.