ભુજ નગરપાલિકામાં સંજોગનગર સહિત જુદા-જુદા નગરના રહેવાસીઓ પાણી,ગટર અને રોડ લાઇટ સંદર્ભે રજૂઆતો કરવા પહોંચયા.
ભુજ નગરપાલિકાના સંજોગનગર,રાહુલનગર,એકતાનગર-૧ ના નગરસેવકો દ્વારા રોડ,ગટર,પાણી,લાઇટ સંદર્ભે રજૂઆત કરાયેલ ચીફ ઓફિસરે રોડ,ગટર,પાણી,લાઇટ બાબતે તત્કાલ પગલાં લઈ નગરપાલિકા પોતાની ફરજ બજાવશે.તેઓએ તત્કાલ જે,તે વિભાગના કર્મચારીઓને સ્થળ પર જઇ.આ બાબતે ઘટતું કરવા જણાવ્યું હતું. હાસમ સમા,કાસમ સમા તેમજ સ્થાનિક અરજદારો નાગરિકો દ્વારા ગટર લાઇન કામ પ્રસંગે પાલિકા દ્વારા પાણીની લાઈનો તોડી નખાતાં આ બાબતે રજૂઆત કરી હતી.છેલ્લા કેટલાક સમયથી ટેન્કર દ્વારા પાણી મંગાવી ચલાવાય છે. તેમજ રોડનું કામ પણ તકલાદી છે તેવું જણાવાયું હતું.તેમજ અન્ય ઉણપો દુર કરવા જણાવ્યુ હતું. તદ્દ ઉપરાંત ગટર લાઇનના ખોદાણ વખતે થયેલ ખાડામાં એક નાનું બાળક પણ પડી ગયેલ.નસીબજોગ તેને તત્કાલ કાઢી બચાવી લેવાયું હતું. તેવું સ્થાનિક નગરસેવક કાસમ સમાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.