યુવકનું અપહરણ કરનાર નવ શખ્સોને ઝડપી પાડતી જૂનાગઢ પોલીસ
.
પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામના રહીશ ગોપાલ બચુભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા આઠ થી દશ જેટલા ઈસમોએ બે કારમાં આવી, અપહરણ કરી, લઈ ગયેલ હોવાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને પબ્લિકના માણસ દ્વારા કરવામાં આવતા અને રેંજ ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સુચનાઓ જારી કરતા, અપહરણના બનાવની ગંભીરતા ધ્યાને લઇ, તાત્કાલિક જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સાગરકા તથા સ્ટાફના રામભાઈ, કે ડી રાઠોડ અને ભરતભાઈ વિગેરેેે સ્ટાફ દ્વારા તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી હતી.આ ઘટના અંગે પોલીસ દ્વારા તાત્કાલિક સઘન તપાસ તેમજ વડાલ રોડ ઉપર નાકાબંધી હાથ ધરવામાં આવતા, વડાલ રોડ ઉપર મહાસાગર પેટ્રોલ પંપ નજીકથી બે કારને આંતરી, નવ ઈસમોને અટકાવીને, ભોગ બનનાર જુનાગઢ તાલુકાનાં પાદરીયા ગામના ગોપાલ બચુભાઈ (ઉવ. ૩૩) ને હેમખેમ છોડાવી લઇ તમામને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.રાઉન્ડ અપ કરવામાં આવેલ શિવાભાઈ વિનુભાઈ માલકીયા સહીત કુલ નવ જેટલા ઇસમોની પૂછપરછ કરાવવામાં આવતા, તમામ ચોટીલા તાલુકાના ખેરડી ગામના વતની છે અને એક અપરણિત સ્ત્રી ગામના જ એક પુરુષ સાથે નાસી ગયેલ હોઈ, આ બાબતે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવેલ હતી. ત્યારબાદ અપરણિત યુવતીના સગા સંબંધીઓને જાણવા મળેલ કે, બંન્ને નાસી ગયેલ યુવતી અને યુવક, મૂળ ચોટીલા તાલુકાના ઝુપડા ગામના વતની અને હાલ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામ ખાતે રહેતા ભોગ બનનાર કોળી યુવાન ગોપાલ ભાઈ ના ઘરે રોકાયેલ હતા. જેથી યુવતીની શોધમાં બે કારમાં આવેલ નવેય ઈસમો દ્વારા પાદરિયા ગામ ખાતેથી ભોગ બનાનારને પોતાની ગાડીમાં બેસાડી, માહિતી મેળવવા સાથે રાખેલ હતા. જો કે, આ ઘટના બાદ પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલ અને અપહૃત યુવાનને છોડાવેલ હતો. પરંતુ અપહૃત યુવાન દ્વારા પોતાને કોઈએ હેરાન કરેલ નહીં હોય કે માર પણ મારવામાં આવેલ ના હોઈ તેમજ તમામ ઇસમો પોતાના વતન બાજુના સંબંધીઓ જ હોઈ, પોતાને કોઈ ફરિયાદ કરવી નથી, તેવું જણાવેલ હતું. તેમ છતાં જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર એકટ મુજબ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવેલ છે.