ફેસબુકએ હિંસા માટે ઉશ્કેરણી કરતા યુઝર્સ સામે કડક કાર્યવાહી કરી 800 ગ્રુપને તેના પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે. ફેસબુકના જણાવ્યા મુજબ અમારા પ્લેટફોર્મ પર કોઈ યુઝર કોઈને હિંસા આપવા માટે ઉશ્કેરતા હોય અથવા ખુદ હિંસક વ્યવહાર કરતા હોય તો અમે તે તમામ પર પ્રતિબંધ લગાવીશું.દરમિયાન, ભાજપના નેતાની કેટલીક પોસ્ટ સામે હેટસ્પીચ નિયમો લાગુ પાડવામાં ન આવ્યા તે વિષે સોશ્યલ મીડીયા કંપનીનું ઓવરસાઈટ બોર્ડ વિચારણા કરશે. કેમ્બ્રીજ એનાલીટીકા સહીત અનેક વિવાદો ઉભા થયા એ પછી બોર્ડની રચના કરવામાં આવી હતી. આગામી થોડા માસમાં તે કામ કરતું થઈ જશે.બોર્ડના પ્રવકતાએ જણાવ્યું હતું કે, કોમ્યુનીટી સ્ટાન્ડર્ડનો ભંગ કરતા નેતાઓની પોસ્ટ સામે ફેસબુક કેવો અભિગમ અપનાવે છે તે બાબત બોર્ડના કાર્યક્ષેત્રમાં છે. હેટસ્પીચ આમાં સામેલ છે અને આવા કપરાં કેસોથી અમે દૂર ભાગીશું નહીં અને ફેસબુકને જવાબદાર ગણાવીશું.પ્રવકતાએ જણાવ્યું હતું કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વધુ પડકારજનક કનટેટ બાબતે બાહ્ય અને સ્વતંત્ર નિર્ણયો લેવા માટે ઓવરલાઈટ બોર્ડને સતા છે, અને યુઝર્સમાં સંરક્ષણ અને ફેસબુકને જવાબદાર ઠરાવવા અમે કટીબદ્ધ છીએ.ઉલ્લેખનીય છે કે વોલસ્ટ્રીટ જર્નલે તેલંગણાના ભાજપના નેતા અને પક્ષના અન્ય ત્રણ નેતાઓની પોસ્ટ સામે હેટસ્પીચના નિયમો લાગુ કરવામાં ફેસબુકની નિષ્ફળતાનો અહેવાલ આપ્યો હતો. એ પછી ભાજપ અને કોંગ્રેસ સોશ્યલ મીડીયા વર્તણુંક અને નીતિમતા વિષે સામસામા આક્ષેપો કરી રહ્યા છે.