ગુજરાતના વાહનચાલકો માટે મોટા સમાચાર : PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો
- કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલી જનતા માટે સરકાર તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા PUCના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા હાલ નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે. તો કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાહનોના PUC ના દરમાં ગુજરાત સરકારે વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC સર્ટિફિકેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ટૂ વ્હીલર માટે હવે 30 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. હવે PUC કઢાવવું મોંઘું પડશે
ગુજરાત સરકારે PUCના દરમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટૂ વ્હીલર માટે PUCનો ચાર્જ 30 રૂપિયા કરાયો છે. થ્રી વ્હીલર માટે PUCનો ચાર્જ 60 રૂપિયા નક્કી કરાયો છે.
- જેમાં ટુ વહીલર (મોપેડ) ના દર 20 થી વધારી 30 કરાયા છે.
- ત્રણ પૈડાના વાહનોના દર 25 થી વધારીને 60 કરાયા
- લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીલર પેટ્રોલ) ના દર 50 થી વધારી 80 કરાયા
- મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો )ના દર 60 થી વધારીને 100 રૂપિયા કરાયા