અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેન્શનર્સના સેલ્ફ ડિક્લેરેશનથી મેડિકલ બિલ મંજૂર થશે
હાલ એસવીપી હોસ્પિટલ કોવિડ સેન્ટર છે ત્યારે ત્યાં જવુ પેન્શનર્સ માટે મુશ્કેલ છે. આ સ્થિતિમાં તેઓ મેડિકલ બિલમાં આરએમઓની સહી સિવાય પણ જો સેલ્ફ ડીકલેરેશન સાથે દવાના બિલ રજૂ કરશે તો પણ રકમ ચૂકવવામાં આવશે.મ્યુનિ.ના પેન્શનર્સ જો એસવીપીમાં ઓપીડી સારવાર મેળવી મ્યુનિ. યોજના હેઠળ મેડિકલ રિએમ્બર્સમેન્ટ કરાવતા હોય તો હવે ડિસેમ્બર સુધી આરએમઓની સહી કરાવ્યા સિવાય સેલ્ફ ડિકલેરેશનથી બિલ મંજૂર કરાવી શકશે.
આ અંગે ગુજરાત સ્ટેટ મહાનગર પાલિકા કર્મચારી સંકલન સમિતિના એડવાઇઝર પીયૂષસિંહ પરદેશીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા અગાઉ એક પરિપત્ર જારી કરી શહેરની 20 હોસ્પિટલને મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટે માન્ય ગણી છે. એટલું જ નહીં પણ ત્યાં સારવાર કરી રજૂ કરાયેલા મેડિકલ બિલનું મૂલ્ય ચૂકવવામાં આવે છે. આ પૈકી મોટાભાગની હોસ્પિટલ અત્યારે કોવિડ કેર સેન્ટર તરીકે છે. મ્યુનિ. દ્વારા માત્ર એસવીપી હોસ્પિટલમાં જે પેન્શનર્સ ઓપીડીમાં તપાસ કરાવી દવાઓ લઇ જે મેડિકલ બિલ રજૂ કરે છેમ્યુનિ. દ્વારા 2016માં કરેલા પરિપત્ર પ્રમાણએ 20 જેટલી હોસ્પિટલને માન્યતા આપવામાં આવી છે. તેમાં પેન્શનર્સ સારવાર કરાવી તેના બિલો રિએમ્બર્સમેન્ટ માટે મ્યુનિ.માં રજુ કરી શકે છે. તો તેના બિલો માટે કોની સહિ કરાવાની અથવા તો સેલ્ફ ડિકલેરેશન કરવાનું તે બાબતે સ્પષ્ટતા થઇ નથી.