13 વર્ષીય સગી દીકરી પર બળાત્કાર ગુજારનારા નરાધમ બાપ અને 14 વર્ષની સાળીની લાજ લેનાર હવસખોર બનેવીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા 20-20 વર્ષની કડક સજાનો હુકમ
પ્રાપ્ત માહિતી મુજબ પોક્સો માટેની ચાર અલાયદી કોર્ટ શરૂ થતાં બંને કેસમાં અંદાજે સવાથી દોઢ વર્ષના ગાળામાં ન્યાય મળ્યો છે.રાંદેરમાં 13 વર્ષીય સગી દીકરી લાજ લેનાર નરાધમ બાપને અને ખટોદરામાં 14 વર્ષની સાળી પર બળાત્કાર ગુજારનારા હવસખોર બનેવીને સુરત સેશન્સ કોર્ટે 20-20 વર્ષની કડક સજાનો હુકમ કર્યો હતો. ઓનલાઇન સુનાવણીમાં આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રખાયા હતા. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી કે સમાજમાં આ પ્રકારના બનાવ વધી રહ્યા છે અને આ કેસમાં તો સંબંધીઓ, લોહીનો સબંધ ધરાવનારાઓ જ આરોપી છે.આ સજાની સાથે પોલીસનું ગુડ ટચ બેડ ટચની ઝુંબેશ નિહાળ્યા બાદ પ્રિન્સિપાલને આ અંગે ફરિયાદ કરી હતી. જ્યારે સાળી અને બનેવીના કેસમાં તો પીડિતાની માતા અડિખમ રહી છેવટ સુધી લડી હતી.
રાંદેર પોલીસ મથકમાં તા. 10મી ફેબ્રુઆરી, 2019ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ બચતની રિક્ષા ચલાવતા આરોપી રમેશ જૈસર(મૂળ રહે. ઉત્તરપ્રદેશ) છેલ્લાં બે વર્ષથી પોતાની 13 વર્ષની મોટી દીકરીને રાત્રિના સમયે મોબાઇલ પર બ્લ્યુ ફિલ્મ બતાવીને બળાત્કાર ગુજારતો હતો. છેલ્લાં બે વર્ષમાં તેણે ત્રણવાર આ કૃત્ય આચર્યું હતું. દુષ્કર્મ બાદ પિતા દીકરીને કોઈને નહીં કહેવાની ધમકી આપતો હતો. આથી ડઘાયેલી સગીરાએ માતાને પણ આ વાત કરી નહતી. જોકે, સ્કૂલમાં એક દિવસ બાળકી પ્રિન્સિપાલ સામે તુટી પડી હતી અને સમગ્ર હકિકત જણાવી દીધી હતી. પાછળથી આ કેસમાં માતા જ ફરિયાદી બની હતી.આ સમગ્ર ઘટના પ્રકાશમાં લાવતા એક સ્કૂલની આચાર્ય – મને યાદ છે એ દિવસ. એ દીકરીને એના કાકા સ્કૂલેથી લેવા આવ્યા એટલે મે ના પાડી કે હું એના માતા-પિતા સિવાય એને કોઇની સાથે જવા ન દઉં. એટલે એની માતા આવી અને કહ્યંુ કે એના કાકા છે એની સાથે જ દીકરીને એમના ઘર મોકલવાની છે. આ સાંભળીને મને કંઇ અજુગતુ લાગ્યુ એટલે મે માતા અને કાકાને ઓફિસની બહાર મોકલી દીકરીને એકલામાં પૂછયું તો એ પિતાનુ નામ લેતા રડી પડી અને પછી આખી હકીકત કહી. આથી અમે ચાઇલ્ડ વેલફેરની ટીમ બોલાવી કાઉન્સિલિંગ કરાવ્યું. ગુડ ટચ બેડ ટચની વાત એની સમક્ષ કરાઈ એટલે હકિકત સામે આવી ગઇ
ત્યારે અન્ય કેસમાં આરોપી જમાઈ ડબલુસિંહ સુરેન્દ્રસિંહે 14 વર્ષીય સગી સાળીને તા. 12મી ડિસેમ્બર, 2018 અગાઉ પનાસ ખાતેના સાસરિયે આવી રાત્રિના સમયે બે નાના સાળાઓને રૂપિયા આપી બજારમાંથી કંઇ લેવા મોકલી, સાળીને લીંબુ શરબતમાં ઘેની પદાર્થ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બંને સાળા આવી જતા તમામને આરોપી દ્વારા કોઈને નહીં કહેવાની ધમકી પણ અપાઈ હતી. આથી ચૂપ રહ્યા હતા. જોકે, આ બનાવ બાદ સગીરાએ ખાવા-પિવાનું ઓછું કરી દીધું હતું અને ગુમસુમ રહેતી હતી. ચિંતિત માતાએ પુછવા છતાં કોઈ જવાબ આપતી નહતી. દરમિયાન, થોડા દિવસ બાદ તેને માસિક બંધ થઈ ગયું હતું અને બાદમાં પેટ પણ મોટું દેખાતા હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી જ્યાં 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાએ બનેવીની કાળી કરતૂતની હકીકત માતાને કહી હતી. કેસમાં કાયદા પ્રોસેસ બાદ ગર્ભપાત કરાવાયો હતો.
કોર્ટે હુકમમાં એક જગ્યાએ નોંધ્યું હતું કે, બચાવ પક્ષે આરોપી ગુનાહિત માનસિકતા નથી ધરાવતા એવું સાબિત કર્યંુ નથી. પરંતુ આરોપીએ ગર્ભપાત કરાવવા કોશીષ કરી છે જે હકીકત ઉપરથી પોતે ગુનાહિત માનસ ધરાવતો હોય તે હકીકત પુરાવાર થાય છે.