હાઈવે પર ચોરી કરતી ગેંગને પકડી પાડતી બગોદરા પોલીસ
અમદાવાદ: બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમા હાઈવે પર થતી ચોરી ના ચોરોને બગોદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.પી ચૌહાણ સાહેબ તથા પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ,નરેન્દ્રસિંહ અને જયદીપસિંહ ટીમ બનાવી આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે બગોદરા હાઈવે પર ચોરીના કેસમાં સંડોવાયેલ આરોપીઓ અલ્ટો કાર નંબર GJ-09-BB-8716 અને બાઈક લઈ લીમડી તરફથી અમદાવાદ તરફ જાય છે.જેથી બગોદરા પોલીસ સ્ટાફ મીઠાપુર ગામના પાટિયા પાસે વોચ માં હતા તે દરમિયાન અલ્ટો કાર નંબર GJ-09-BB-8716 તથા તેની પાછળ FZ બાઈક નંબર GJ-01-UV-3529 નું આવતા તેને કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ છે. આ ચારેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તમામ ઈસમોએ એક બીજાની મદદથી ડ્રોન કેમેરા વડે ચોરી કરતા હોવાનું જાણવા મળેલ છે.
અલ્ટો કાર અને બાઈક માંથી પકડાયેલ આરોપીઓ
(૧) મોહસિનમિયા મહેબૂબમિયા શેખ
(૨) હનીફભાઈ સીદીકભાઈ મેર
(૩) રોહિતભાઈ સુરેશભાઈ ચાવડા
(૪) કિશોર રાજેશ રામકિશન કોરી
અને એક DJI કંપનીનું ડ્રોન કેમેરા કિંમત રૂપિયા ૧,૩૦,૦૦૦/- નું મળી આવેલ છે.
અને આરોપીઓની અંગજડતી કરતા ચાર મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩,૦૦૦/- તથા અલ્ટો કાર કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- તથા બાઇક કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨,૮૩,૦૦૦/-સાથે પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર